ભોપાલઃ દેશના દિગ્ગજ નેતા અને જનતા દળ યુનાઈટેડના પૂર્વ અધ્યક્ષ શરદ યાદવનું 12 જાન્યુઆરીએ નિધન થયું છે. તેઓ 7 વખત લોકસભા અને 4 વખત રાજ્યસભાના સાંસદ બન્યા છે. બિહારમાં ભલે શરદ યાદવની રાજકીય કારકિર્દીનું ઘર રહ્યું હોય, પરંતુ તેઓનો પરિવાર અને સામાજિક સંબંધ મધ્યપ્રદેશ સાથે થયો રહ્યો હતો. તેમનો જન્મ મધ્યપ્રદેશના નર્મદાપુર (હોશંગાબાદ) જિલ્લાના એક ખેડૂત પરિવારમાં થયો હતો. તેઓનો જન્મ જિલ્લાના એક નાનાકડા ગામ આંખમઉમાં થયો હતો.
1 જુલાઈ 1947 પહેલા જન્મેલા શરદ યાદવે રાજકીય જીવનમાં એક અલગ ઓળખ બનાવી હતી, શરદ યાદવે રાજકારણમાં ત્યારે રસ લેવાનું શરુ કર્યું જ્યારે 1971માં જબલપુર એન્જિનિયરિંગ અભ્યાસ કરવા માટે આવ્યા હતા. તેમણે અહીંથી ચૂંટણી લડી અને વિદ્યાર્થી સંઘના અધ્યક્ષ બન્યા હતા. આ પછી રાજકારણ જ તેમનું કરિયર બની ગયું હતું. આ પછી તેમણે પાછળ વળીને જોયું નથી.
આ પણ વાંચોઃ
ઉત્તરાયણ પર પવન કેવો રહેશે? હવામાન વિભાગે કરી છે મોટી આગાહી
એન્જિનિયરિંગમાં મળ્યો હતો ગોલ્ડ મેડલ
માત્ર રાજકારણમાં જ નહીં તેઓ ભણવામાં પણ આગળ રહ્યા હતા, તેમણે રામ મનોહર લોહિયાને પોતાના આદર્શ માન્યા હતા. તેઓ તેમના વિચારોથી પ્રભાવિત રહ્યા હતા. આ કારણે તેમણે ઘણી વખત રામ મનોહર લોહિયાના આંદોલનમાં પણ જોડાયા હતા. રાજકીય જીવનમાં તેઓ ઘણી વખત મિસા (MISA) હેઠળ જેલમાં પણ ગયા હતા. મંડળ કમિશનની ભલામણને લાગુ કરવામાં શરદ યાદવનો મોટો હાથ છે.
નાટકીય રીતે રાજકારણમાં કરી હતી એન્ટ્રી
75 વર્ષેની ઉંમરે અંતિમ શ્વાસ લેનારા શરદ યાદવે નાટકીય રીતે રાજકારણમાં એન્ટ્રી કરી હતી. જય પ્રકાશ નારાયણ 1974માં ઈન્દિરા ગાંધી સરકાર સામે આંદોલન શરુ કરી ચૂક્યા હતા. જેપી આંદોલને દેશમાં પક્કડ મજબૂત બનાવી લીધી હતી. આ સમયે મધ્યપ્રદેશના જબલપુરમાં કોંગ્રેસ સાંસદના અચાનક મોત થયું અને જયપ્રકાશ નારાયણે પેટા ચૂંટણીમાં એક યુવા વિદ્યાર્થીને સંયુક્ત વિપક્ષના રૂપમાં ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારવાનો નિર્ણય લીધો હતો. 27 વર્ષના શરદ યાદવે કોંગ્રેસના ઉમેદવારને હરાવવાની સાથે ઈન્દિરા ગાંધીને નીચું બતાવીને ઇતિહાસ રચ્યો હતો. આ પછી તેમણે પાછળ વળીને જોયું નહોતું.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર